આંગણવાડીની બહેનો પડતર માંગણીઓને લઇને વાવમાં હાઇવે કર્યો ચક્કાજામ

copy image

વાવમાં આંગણવાડી બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ વાવ ચાર રસ્તા પર ધરણા કરી રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠા થઈ વાવ રોડ ઉપર ચક્કાજામ કર્યો. જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ હતી.
તલાટીઓ, શિક્ષકો પછી હવે આંગણવાડી બહેનોએ પણ પોતાની પડતર માંગણીઓ લઇને સરકાર સામે મોરચો માંડ્યો. સરકારી કર્મચારીઓને મળતા બધા જ લાભો આંગણવાડી બહેનોને પણ મળે તેવી વિવિધ માંગણી સાથે વાવમાં આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વાવ ચાર રસ્તા ઉપર ધરણા પર બેસી રોડ ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.