ભરૂચ પાલિકાએ જાહેર માર્ગો પરથી રખડતા ઢોરોને હટાવવા, ફાયર બ્રિગેડના જવાનોને લગાડ્યા કામે


ભરૂચમાં ઢોરને માર્ગો પરથી હટાવવા પાલિકાના ફાયર ફાઈટરોને કામે લગાડાયા હોવાની ઘટના સામે આવી. હાલમાં જ રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા હરાયા પશુઓ સંદર્ભે તાકીદ કરાઈ હતી. હાઇકોર્ટના આદેશ પછી ભરૂચ પાલિકા સહિતનું તંત્ર રસ્તા પર રખડતા પશુઓને પાંજરે પૂરવા કામે લાગ્યું હતું. આજે રખડતા પશુઓને લઈ પાલિકાને વહીવટી તંત્રે કડક સૂચના આપતા ફાયર બ્રિગેડના જવાનોને માર્ગો ઉપરથી પશુઓને હટાવવા કામે લગાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરો ફાયર ટેન્ડર લઈ માર્ગો ઉપર ઉતરી પડ્યા અને કલેકટર કચેરી સહિતના માર્ગો ઉપરથી ફાયર ફાઈટર પશુને હાંકતા જોવા મળ્યા હતા. હવે ઇમરજન્સી સેવામાં ફરજ બજવતા ફાયર ફાઈટરોને રખડતા ઢોરોને હટાવવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ ચડ્યું છે.