દાહોદના દેવગઢ બારીયાના કાળી ડુંગરીમા પ્લેટો નીચે દબાઈ જવાથી યુવકનું મૃત્યુ


દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામમા નવા બની રહેલા પાણીની ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકવામા આવતી હતી ત્યારે એક વ્યક્તિ ઉપર આ પ્લેટો પડતાં પ્લેટો નીચે દબાઈ જવાથી વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુગંરી ગામમાં નવીન પાણીના ટાંકો બનાવવાની કામગીરી ચાલે છે તે દરમિયાન નીચે જોયા વિના જ કામદારો દ્વારા ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકવામાં આવી રહી હતી. તે સમયે ટાંકાની નીચે કાળીડુંગરી ગામમાં વેડ ફળિયામાં રહેતાં વિનોદભાઈ ધનાભાઈ પટેલ ઉભા હતા. વિનોદભાઈ ઉપર અકસ્માતથી પ્લેટો પડતાં તેઓ નીચે દબાઈ જતાં તેઓને ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેમનુ મોત થયું હતું. કાળીડુંગરી ગામમાં વેડ ફળિયામાં રહેતાં કલસીંગભાઈ ધનાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.