ભાવનગર ST વિભાગના અધિકારીને 50 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથે પકડ્યો


ભાવનગરના ST વિભાગના વિભાગીય નિયામકને 50 હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડી પાડ્યા હતા. આ ઘટનાને અનુસંધાને ST વિભાગના કર્મચારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના વિશે ACB કચેરીએથી મળતી માહિતી અનુસાર ફરિયાદીની રાજ ટ્રાવેલ્સના નામથી ભાવનગરથી મહુવા રૂટ ઉપર પેસેન્જરમાં ચાલતી હોય છે, ઉપરાંત પાલીતાણા રૂટ ઉપર પણ અન્ય પ્રાઇવેટ મીની ટ્રાવેલ્સ ચાલતી હોય અને જે વાહનોના સંચાલકોને ખાનગી બસો આ રૂટો ઉપર ચલાવવી હોય અને એસ.ટી. વિભાગ તરફથી કોઇ હેરાંગતિ ન થાય કે ST વિભાગ દ્વારા વાહન ચેકીંગ ન થાય અને બસો રોકાય નહિ તે માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહીને રૂ.50 હજાર લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ભાવનગર ACBમાં ફરિયાદ કરી હતી. જેથી ACBએ જાળ ગોઠવી લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.