મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે અક્સમાત:અજાણ્યા વાહને ટક્કર મારતા વૃદ્ધનું મૃત્યુ

આજે મહેસાણા-ફતેપુરા સર્કલ પાસે વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે ફતેપુરા સર્કલ નજીક કોઈ બેફામ વાહન ચાલકે રોડ પસાર કરતા વૃદ્ધને ટક્કર મારી. આ સમગ્ર બાબતે વૃદ્ધ રોડ ઉપર પટકાતા તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. બનાવની જાણ આસપાસના લોકોને થતા લોકોએ પોલીસને જાણ કરી. તો  હજુ સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ મૃતક ગોરાદ ગામનાં જીવણજી ઠાકોર હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.