ચાંદી બજારમાં આંગડિયા પેઢીમાં રૂા. 5 લાખની તસ્કરી

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ પાસેની નુરાની બિલ્ડીંગમાં આવેલ પટેલ ઈશ્વરલાલ બેચરદાસની આંગડિયા પેઢીમાં રાત્રે તસ્કરી થઈ. ચોર 5 લાખ રૂપિયાની રોકડ ચોરી જતાં પોલીસમાં ભારે દોડધામ મચી છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરાઇ રહ્યા છે. તેમજ ડોગ સ્કવોડની મદદ પણ લેવાઈ હતી.

સતત ધમધમતા રહેતા એવા ચાંદી બજાર પોસ્ટ ઓફિસ સામે આવેલા પટેલ ઈશ્વરદાસ બેચરદાસ નામની આંગડિયા પેઢીમાંથી રૂા.5 લાખની રોકડને તિજોરીમનો લોક તોડી લઈ ગયા હતા. આ પૈસા હિસાબના હોવાનું પોલીસમાં જાહેર થયું. આ ઘટના વિશે પેઢીના કર્મચારી હરીસીંગ આણંદજી વાઘેલાએ સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસ ત્યાં દોડી ગઈ અને સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં લાગ્યા હતા.

આ ઘટનામાં ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ હતી. આ બનાવમાં એલસીબી પણ જોડાયું છે. પોલીસ સ્ટેશનથી માત્ર ર00 મીટર જેટલા દૂર આંગડિયા પેઢીમાં ચોરી થતા પોલીસની આબરૂના પણ ધજાગરા ઉડ્યા. જે બાદ પોલીસ દ્વારા હવે ચોરને પકડવામાં એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે.