જંગલની વીડીમાં એક વૃદ્ધની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી


ધારીમા જંગલની વીડીમા એક વૃદ્ધની ગળાફાંસો ખાધેલી લાશ પડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને અજાણ્યા વૃધ્ધની લાશ કબજે લઇ પીએમ માટે ખસેડાઈ હતી.
પોલીસ સુત્રોમાથી જાણવા મળતી માહિતી મુજબ અહીના પાઇલોટ વિસ્તારમા જંગલ વીડીમા એક ઝાડની ડાળીએ વૃદ્ધની ગળાફાંસો ખાધેલી હાલમાં લાશ લટકતી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે 60 વર્ષીય વૃદ્ધની લાશને કબજે લઇ પીએમ માટે દવાખાને ખસેડી અને ત્યારબાદ અજાણ્યા વૃદ્ધના પરિજનોની શોધખોળ આદરવામાં આવી હતી. ઘટનાની વધુ તપાસ પીએસઆઇ ડી.સી.સાકરીયા ચલાવી રહ્યાં છે. આ ઘટનાને અનુસંધાને અનેક ચર્ચાઓ ઉત્પન થઈ હતી.