‘રોડ નહિ તો વોટ નહીં’ના સૂત્રોચાર: પાલનપુરના ચંડીસર નજીક રસ્તા મામલે સ્થાનિકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

image-105
copy image

પાલનપુરના ચંડીસર પાસે રસ્તા બાબતે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ચંડીસરના મળવાપરા, કોટડા અને ભાખરને જોડતા માર્ગ નંબર ફાળવ્યા બાદ રોડ રદ કરવા જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કર્યાના આરોપ સાથે સ્થાનિક લોકોએ રોડ ઉપર ઉતરી રોડ ન બને તો ભાજપના કોઇ કાર્યકર્તા કે આગેવાનોએ વોટ માંગવા ના આવવું  જેવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયેલ છે. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખે પાલનપુર તાલુકાના ભાજપ સંગઠનની રજૂઆત અનુસાર વર્તમાન ધારાસભ્યના વ્યક્તિગત અને તેમના સંબંધના વ્યક્તિગત હિતને નજરે લઇ ચંડીસર નેશનલ હાઇવેથી ગુરુકૃપા હોટલ પાસેથી કોટડા રોડ, 2 ચંડીસર જીઆઇડીસીથી વાયા મોટા રસાણા જોડતો રસ્તો અને 3 વાસણાથી મડાણા ચંડીસર રોડને જોડતો રોડ મંજૂર કરાયા હતા.

આ ફાળવેલ રસ્તાઓ પર કોઈ જ પ્રકારની અવરજવર પણ નથી તેથી આ રોડ નંબર તાત્કાલિક કેન્સલ કરવા માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા પત્ર લખી રજૂઆત કરાઈ હતી. જેના વિરોધમાં પાલનપુરના ચંડીસર, મળવાપરા, કોટડા અને ભાખરને જોડતો માર્ગનો જોગ નંબર આવ્યા પછી રોડ રદ કરવા જિલ્લા પ્રમુખ રજૂઆતના આરોપોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક લોકોએ રોડ નહીં તો વોટ નહીં સહિતના બેનરો સાથે કરી વિરોધ પ્રદર્શન કર્યું.