પાટણ સિવિલ હોસ્પિટલના બોર ઓપરેટરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 48 વર્ષીય બોર ઓપરેટરે કોઈ કારણોસર સ્ટાફ ક્વોટર્સમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃત્યુ અંગે કારણ અકબંધ રહેતા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.

પાટણ સિવિલ હોસ્પિટલમાં બોર ઓપરેટર અને ચોકિયાત તરીકે હંગામી ધોરણે નોકરી કરતા અરવિંદકુમાર ચમનલાલ ચૌહાણ (રાવળ) ઉ.વ 48 બપોરે અઢી વાગ્યા સ્ટાફ ક્વોટર્સમાં કોઈ અગમ્ય કારણોસર નાયલોનની દોરી વડે ઓસરીના ભાગમાં લાકડાના દોરીયા ઉપર ગળે ટૂંપો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેમના પુત્ર રવિને જાણ થતા પોલીસને જાણ કરી હતી. આ બાબતે શહેર એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત બાબતે કોઈ કારણ હાલમાં સામે આવ્યું ના હોવાથી તપાસ શરૂ કરી છે.