સાણંદ-વિરમગામ હાઇવે પર 2 ટ્રક વચ્ચે અક્સમાત

copy image

સાણંદ વિરમગામ હાઇવે પર રાત્રે 1.30 કલાકે અક્સમાત સર્જાયો. બંને ટ્રક ચાલકના કમકમાટી ભર્યા મોત થયા હતા. સાણંદ જીઆઇડીસી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રમેશ ભદોરિયા અને તેનો ભાઈ મહેશસિંહ (મૂળ રહે નિઝામગાઢ, દિલ્લી) ટ્રકમાં નવલખી, મોરબી મધ્યેથી કોલસો ભરી ઓઢવ, અમદાવાદ જવા નીકળ્યાં હતા.

જેમાં ટ્રક મહેશસિંહ ચલાવતા હતા આ દરમ્યાન વિરમગામ સાંણદ હાઇવે ઉપર જતી વખતે રાતના દોઢેક વાગ્યાના આસપાસ પાછળનુ ટાયર વાઇબ્રેટ થતું હોવાથી, આ ટાયર ચેક કરવા વિરમગામ-સાંણદ હાઇવે રોડ ઉપર મેનલિફ્ટ કંપની પાસે ટ્રક ઉભી રાખી મહેશસિંહ ટાયર ચેક કરવા માટે નીચે ઉતર્યા અને ટાયર ચેક કરતા સમયે પાછળથી કોઇ ટ્રક ચાલકે અચાનક જ ટક્કર મારતાં ડ્રાઇવર સાઇડનુ પાછળનુ ટાયર મહેશસિંહને કમરથી નીચેના પગ સુધી ઉપર ચડી ગયું.

આ અકસ્માત સર્જનાર ટ્રકનો ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યો હતો. 108 એમ્બુલન્સને ફોન કરતા થોડીવાર પછી 108માં મહેશને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અસારવા મધ્યે ખસેડતા ફરજ પરના તબીબે મરણ જાહેર કરેલ. આમ, બંને ટ્રક ચાલકોના મૃત્યુ થયા હતા.