રામવાવ ગામના મકાનમાંથી 65 હજારનો શરાબ-બીયરનો જથ્થો પકડાયો

રાપર તાલુકાના રામવાવના રહેણાંક મકાનમાં શરાબનો વેપાર કરતો ઈસમ 65 હજારના શરાબ-બીયરના જથ્થા સાથે પકડાયો. જેમાં આરોપીએ શરાબ આપનાર ઈસમનું નામ પણ બહાર પાડ્યું હતું.
આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાપર પોલીસે રામવાવ મધ્યે રહેતા જયરામભાઇ ધનાભાઇ મણવરના રહેણાંક મકાન પર પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો જ્યાં આરોપી 180ml ના ક્વાર્ટરીયા, શરાબની બોટલો તથા બિયરની બોટલો સહીત કુલ રૂ.65150ના મુદ્દામાલ સહિત મળ્યો હતો.
ત્યારબાદ આરોપીની પુછપરછ કરતા રામવાવ મધ્યે રહેતા જીતુભા વેલુભા રાઠોડે શરાબ વેચાણ માટે જથ્થો આપ્યો હોવાનું કબુલ્યું.