રોયલ્ટી વિના અને ઓવરલોડ રેતી-કપચી ભરેલા 5 ડમ્પર કરાયા ડીટેઇન

આણંદ જીલ્લા ભુમાફીયાઓ રોયલ્ટી રકમ બચાવવા રાત્રિના સમયે ગેરકાયદે બિન અધિકૃત ખનીજ તસ્કરી કરવામા આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે ફરિયાદોને અનુસંધાને આણંદ ખાણ ખનીજ વિભાગે ટીમો બનાવી રાત્રિના સમયે આકસ્મિક સપાટો બોલાવી તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વિના રેતી, કપચીની હેરાફેરી કરવામાં આવતુ હોવાનુ તપાસમા સામે આવતા પાંચ ડમ્પરો ડિટેઇન કરીને પોલીસ મથકે કુલ 65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

આણંદ ખાણ ખનીજ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે આણંદ જીલ્લામા રોયલ્ટીની તસ્કરી અટકાવવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે.ખાણ ખનીજ વિભાગના સુપરવાઈઝર બાબુભાઈ આહીર, સંકેત પટેલ સહિત રોયલ્ટી ઈન્સ્પેકટર દ્વારા ઠેર ઠેર રેતી, કપચી ભરીને હેરાફેરી કરતા કુલ ત્રણ ડમ્પરના ચાલકોની તપાસ સહિત પુછપરછ હાથ ધરઇ હતી.

આ સમયગાળામાં ભાલેજ પણસોરા માર્ગ પર રોયલ્ટી પાસ વગર ઓવરલોડ કપચી ભરેલી હોવાનું જણાઈ આવતા ડિટેઇન કરી ભાલેજ પોલીસ મથકે મુકાવી દઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાદમાં તારાપુર વાસદ રોડ પર તેમજ ઉમરેઠ પાસે બે ડમ્પર ડિટેઇન કરીને તારાપુર, ઉમરેઠ પોલીસ મથકે મુકાવી દઇને રોયલ્ટી ચોરી બદલ રૂ.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.