આણંદની હોટલમાં રોકાયેલા ખંભાતના યુવાને ગળેફાંસો ખાઈ કર્યું આપઘાત


આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટલમાં શુક્રવાર રાત્રિના સમયે રોકાયેલા ખંભાતના 34 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હતો. આ બનાવને લઈને ચકચાર મચી હતી. આ બનાવની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં મોતીપુરા રોડ ઉપર આવેલી સત્યનારાયણ સોસાયટીમાં રહેતો જીતેન્દ્રકુમાર નગીનભાઈ ખારવા (ઉ.વ.34) શુક્રવારે પોતાના ઘરેથી આણંદ આવ્યો અને આણંદ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલ બાપ્પાસના રૂમ નંબર 103માં રોકાયો હતો. રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર તેણે રૂમના પંખામાં દોરીથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કૃ લીધી હતી. વ્હેલી સવારના સમયે તેની લાશ લટકતી જોવા મળતા હોટેલના સંચાલકે આણંદ શહેર પોલીસ મથકે જાણ કરી. આ બનાવને લઈને આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આણંદ શહેર પોલીસને બનાવની જાણ થતા તે હોટલ મધ્યે ટીમ પહોંચી હતી અને મૃતક યુવક જીતેન્દ્ર કુમારના મૃતદેહને નીચે ઉતારી મૃતદેહનો કબજો લઇ જરૂરી કાર્યવાહી કરી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાવી હતી. બીજી બાજુ પોલીસે આ ઘટના અંગે અપમૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ યુવનના મોતને પગલે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તથા શહેરમાં ભારે ચકચાર મચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આત્મહત્યા કરનાર જીતેન્દ્ર ખારવા પરિણિત હતો અને તેણે રાત્રિના અઢી પોણા ત્રણ વાગ્યાના સમયે પોતાના સાળા સાથે મોબાઈલ ફોન પર વાત પણ કરી હતી. પછી આ છેલ્લું ડગલું ભર્યું હતું તેવું મનાઈ રહ્યું છે. તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું સાચું કારણ જાણવા નથી મળ્યું.