કાલાવડ તાલુકાના જસાપર ગામમાં મંદિર – મકાનમાં ત્રાટકી તસ્કરોએ રોકડ સહિત રૂ.8 લાખની માલમતાની કરી ચોરી

copy image

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં ચોરએ ખોડિયાર માતાજી ના મંદિર અને બંધ રહેણાક મકાન માં ત્રાટકી રૂ. 8 લાખ નો મુદ્દામાલ ચોરી કરવાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.તેમજ બંધ મકાન માં તસ્કરો એ ત્રાટકી ને રોકડ રૂ.1 લાખ તેમજ 24 તોલા સોનાના દાગીના અને 28,750 ની કિંમત ના ચાંદી ના દાગીના મળી ને કુલ રૂ.7,38,750 નો મતામાલની ચોરી કરીને ભાગી ગયા હતા.તથા ગામ માં જ આવેલ ખોડિયાર માતાજી ના મંદિર માંથી ચોર ચાંદીના છતર તેમજ ચાંદીનો માતાજી નો હાર અને દાન પેટીના દાન ના રોકડ રૂપિયા મળી ને કુલ રૂ.62 હજાર ઉપરાંત નો મુદ્દામાલની તસ્કરી કરી ગયા છે.

જાણવા મળતી વિગતો અનુસાર તસ્કરો 3 કિલો ચાંદીના છતર તેમજ કબાટમાંથી નાના છતરો પણ ચોરી ગયા. આ બનાવની જાણ થતાં જ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ના P.I. યુ.એચ.વસાવા તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઈ તપાસ કરી  ચોરને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.