કલોલમાં ચોરોએ આંગણવાડીઓમાં તેલના ડબ્બા સહિત ગેસના બાટલાની કરી ચોરી

copy image

કલોલ તાલુકાના સોજા મધ્યે ગઈકાલે પંચવટી ચોકની સામેની આંગણવાડીમાંથી ચોરોએ 2 તેલના ડબ્બા તેમજ 2 ગેસના બાટલા સહિત કુલ 10 હજારની ચોરીને અંજામ આપ્યો હતો. સોનલબેન શૈલેષભાઈ સનાલાલ જે છેલ્લા 10 વર્ષથી સોજા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 112 ઉપર કાર્યરત છે.પરંતુ છેલ્લા 15 દિવસથી આંગણવાડીની હડતાલ હોવાથી આંગણવાડીએ જતા હતાં નહિ. ત્યારે તેમના આંગણવાડીએ ન હોવાનો ફાયદો ઉઠાવી ચોરો ચોરી કરીને નાસી ગયા હતા.

ગઈકાલે સોનલબેનના પતિ દૂધ લેવા માટે બહાર નીકળ્યા તે સમયે સોનલબેનના પતિએ જોયું કે, ઘણા માણસો આંગણવાડીની આજુબાજુ ભેગા થયા છે. જેથી સોનલબેનના પતિ આંગણવાડી પાસે જઈને જોયું કે આંગણવાડીના મકાનનું તાળું તૂટેલું છે. સોનલબેનના પતિએ  અંદર જઇને જોયું તો, તેલના ડબ્બા સાથે ગેસના બાટલાની ચોરી થઈ ગઈ હોય એવું જણાવા મળ્યું તો પતિએ તરત જ સોનલબેનને ફોન કરીને આંગણવાડી ઉપર બોલાવી લીધા હતા.