ડીસાના આખોલ ચાર રસ્તા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત

copy image

ડીસા-થરાદ હાઈવે પર આરટીઓ ચાર રસ્તાથી સમશેરપુરા ગામ પાસે કાર અને કન્સ્ટ્રક્શન કંપનીમાં ચાલતા મિક્સર ડમ્પર વચ્ચે અકસ્માત થતા કારચાલકને ગંભીર ઇજા થઈ હતી. બનાવ પગલે ઈજાગ્રસ્તને 108 વાન મારફતે સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ડીસા-થરાદ હાઇવે પર સમશેરપુરા ગામ નજીક થરાદ તરફ જઈ રહેલી કારને સામેથી આવી રહેલા મિક્સર ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારના આગળના ભાગે મોટું નુકસાન થયું  તેમજ ચાલકને પણ ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત થતાં આજુબાજુના લોકો અને પસાર થતા વાહનચાલકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. જો કે ઇજાગ્રસ્ત કારચાલકને 108 એમ્બ્યુલન્સ વાન વડે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી.