મિત્રએ બનાવેલ વિડીયો વાઇરલ થવાના ડરથી યુવકે પીધું ફિનાઈલ


રાજકોટના નાના મવા રોડ પર રાજનગર ચોક નજીક આવેલી પૂર્ણિમા સોસાયટીમાં રહેતા 31 વર્ષીય યુવકે પોતાના ઘરે ગઈકાલે બપોરના સમયે ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાનના પિતા પહેલા જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું ,કે પોતે મજૂરી કામ કરે છે. તેમજ પૂર્વે તેમના મિત્રો સાથે 12 માર્ચ રોજ દીવ ફરવા ગયા ત્યારે નિખિલ નામના મિત્રએ બળજબરીથી દારૂ પીવડાવી બીભત્સ વિડિયો ઉતારી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા બદનામી થવાના ડરથી પોતે આ કદમ ભરી લીધું હતું. તેમ છતાં આ ઘટના વિશે પોલીસે સત્ય હકિકત જાણવા તપાસ હાથ ધરી યુવાનનું નિવેદન લેવા તજવીજ શરૂ કરાઈ છે.