અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી

copy image

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બાબતે દર્દીના સગાએ આરોપ કર્યો હતો કે ત્યાં હાજર ડોક્ટરો સારવાર કરી નથી રહ્યા. બીજી બાજુ આક્ષેપ કરનાર વ્યક્તિ પહેલા અહીંયા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલો અને તેને અલગ અલગ લોકો સાથે ઝઘડો કરી અને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર બાબતે ડોક્ટરો એક થઈ ગયા હતા અને પોતાની કામગીરીથી અડધા થઈ ગયા. તેમને ફરજ પર પાછા લાવવામાં આવ્યા હતા. તેમજ હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ એક વ્યક્તિ તેની પત્નીને લઈને સારવાર અર્થે આવ્યો હતો. ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટર સાથે તેનો ઝગડો થયો. થોડીવારમાં બીજા ડોક્ટરો વચ્ચે પડતા તેની સાથે પણ આ વ્યક્તિ ઝઘડો કરતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ડોક્ટરો એકત્ર થઈને પોતાની કામગીરીથી અળગા થયા હતા.

સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી આ પ્રકારની સ્થિતિ રહેતા દર્દીઓ પરેશાનીમાં મુકાયા હતા. આ વાતની જાણ થતા સિવિલના ડોક્ટર ત્યાં પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ડોક્ટર સાથે ઝઘડો કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ મોડી રાતે ડોક્ટરો ફરી કામગીરીમાં પાછા ફર્યા છે અને હાલમાં તમામ સ્થિતિ રાબેતા મુજબ છે.