માંડવીના પીપલવાડામાં પિતાના ઠપકાથી માઠું લગાડી દીકરાએ ઘર છોડ્યુ


માંડવી તાલુકાના પીપલવાડામાં પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવતા પુત્ર ઘર છોડી ક્યાંક ચાલ્યો ગયો હતો. પીપલવાડા ગામમાં રહેતા રવિન્દ્રભાઈ ચૌધરીએ પોતાના પુત્ર ઉમેશભાઈ (30)ને ગામની ડેરીએ દૂધ ભરાવવા જવાનું કહ્યું હતું, પણ પુત્ર ઉમેશભાઈ દૂધ ભરવા જવાનું ભૂલી ગયા.
જે અંગે પિતાએ પુત્ર ઉમેશભાઈને તારામાં મગજ જેવું કંઈ છે કે નહીં તેવું કહી થોડો ઠપકો આપ્યો હતો. જે મામલે પુત્રને મનમાં લાગી જતાં બપોરે 2થી3 વાગ્યાના અરસામાં કોઈને કઈ પણ જાતની જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યો ગયો હતો. જેની શોધખોળ કર્યા પછી પણ કોઈપત્તો ન મળતા પરિવાર દ્વારા માંડવી પોલીસને જાણ કરવામાં આવી હતી.