વિજાપુરમાં માથાભારે ઇસમે યુવક પાસે માગી ચેન, ના પાડતા લાફા મારી જબરદસ્તી ચેન લઇ ગાયબ


મહેસાણા જિલ્લાના વિજાપુર મધ્યે યુવકના ગળામાં રહેલી સોનાની ચેન કાઢવાનો અન્ય એક ઇસમે પ્રયત્ન કર્યો હતો. યુવકે ચેન નહીં આપવાનો વિરોધ કરતા આરોપીએ લાફા મારી ચેન તોડી નાસી ગયો. હતો. સમગ્ર બાબતે યુવકે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
વિજપુરમાં રહેતો 19 વર્ષીય યુવક પોતાના ભાઈ સાથે વિજપુરમાં આવેલી પેલેટ હોટલ પાસે ઉભો હતો ત્યારે ત્યાં જૈમીન ઉર્ફ ભૂરો પરમાર નામનો ઈસમ યુવક પાસે આવી પચાસ હજાર વ્યાજવા આપ એમ કહી બોલાચાલી કરી. પછી આરોપીએ યુવકના ગળામાં રહેલી સોનાની ચેન તોડી ગાલ પર લાફા મારી ત્યાંથી ભાગી ગયો હતો. યુવકે સમગ્ર બનાવની જાણ પરિવારને કરતા માતા પિતાએ આરોપીને ફોન કરી ચેન પાછા માંગતા ઇસમે પરિવારને છ મહિનામાં પતાવી દેવાની ધમકીઓ આપી. ત્યારબાદ યુવકે 71 હજારની ચેન તોડી જનારા આરોપી જૈમીન ઉર્ફ ભૂરા વિરુદ્ધ વિજપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.