ચીનથી મુન્દ્રા આવેલા કન્ટેનરમાંથી 48 કરોડની ઈ-સિગારેટ કરાઇ જપ્ત 

ચીનથી મુંદ્રા પોર્ટ પર આવેલા બે કંટેનરને DRIની ટીમે જાંચ પડતાલ કરી તેની દાણચોરી સાથે જોડાયેલા આયાતકાર તત્વોને ગંધ આવી જતા તેમણે બન્ને કન્ટેનરના BLને ઉભાઉભ બદલાવીને દુબઈ મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાહોશ DRIએ બન્ને કંટેનરને મુંદ્રામાંજ ઉતરાવીને તપાસ કરતા એકમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. જેની બજાર કિંમત અનુસાર 48 કરોડ જેટલી છે. તો બીજા કંટેનરમાંથી મીસડિક્લેશનનો જથ્થો મળી આવ્યો હતો.

મુંદ્રા એપસેઝથી નિકળેલા કંટૅનરોમાંથી સુરત પાસે ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યા પછીથી કેંદ્રીય તપાસનીસ એજન્સીઓનો ડોળો કચ્છમાં કંડલા અને મુંદ્રા પર લાગેલો છે ત્યારે સુરત અને અમદાવાદ DRIનું વધુ એક મોટુ સંયુક્ત ઓપરેશન શનિવારના હાથ ધરાયું હતું. ચીનથી મુંદ્રા પોર્ટ પર વેસલમાં આવી પહોંચેલા કંટેનરમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી હતી, જે આધારે કંટેનર ઉતરવાની સ્વાભાવિક પુછપરછમાંજ આયાતકારોને એજન્સીની નજર હોવાની ગંધ આવી જતા તેની BLમાં આયાતકારો અને ષડયંત્રકારીઓએ તુરંત પરિવર્તન કરીને તેને મુંદ્રા નહિ પરંતુ દુબઈના જેબલ અલી પોર્ટમાં ઉતરાવાની પ્રક્રિયાનો નાકામ પ્રયાસ કર્યો હતો.

પરંતુ આજ સમયગાળામાં સતર્ક DRIના અધિકારીઓને બન્ને કંટેનર ઉતારીને એક ખોલીને તપાસ આદરતા તેમાંથી 2,00,400 લાખ સ્ટિક્ગ્સ ઈ સિગારેટ મળી આવી હતી. જેની ભારતીય મુલ્ય સાથે તપાસ કરતા અંદાજે કિંમત 48 કરોડ થાય છે. તો બીજા કંટેનરમાંથી પણ મીસડિક્લેરેશન પ્રમાણનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ તેમાંથી ઈ સિગારેટનો જથ્થો મળ્યો નહતો. નોંધવુ રહ્યું કે ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પરજ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે. મુંદ્રા પોર્ટ અને એપસેઝ સબંધિત આ પ્રકરણમાં વધુ એક વાર આ પ્રકારનો મોટુ ષડયંત્ર ઝડપાતા સબંધિતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.