આજરોજ આઠમ નિમિતે ભુજના આશાપુરા માના મંદિરે પત્રિવિધિ યોજવામાં આવી હતી.

આજે સવારના ભુજના આશાપુરા માના મંદિરે હર હમેશની જેમ આ વખતે પણ આશોશૂદ આઠમના પત્રિવિધિ યોજાઇ હતી. આ પત્રિવિધિ રાજશાહી વખત થી પરંપરા મુજબ ચાલી આવે છે. આ પત્રિવિધિ પહેલા પુજા અર્ચના કરી માતાજીનાં મસ્તક ઉપર આ પત્રી મૂકવામાં આવે છે. રાજવી પરિવારના કોઈ પણ સભ્ય જે માતાજીનાં સિંહાસન ઉપર પોતાનો ખેસ પાથરીને સ્તુતી તેમજ પ્રાથના કરે છે. માતાજી આશીર્વાદ રૂપે આ પત્રી તેમના ખોળામાં પ્રસાદી રૂપે આપે છે. જે કચ્છ માટે એક સારા આશીર્વાદ રૂપ માનવમાં આવે છે.