ભુજના મોટાપીર ચાર રસ્તા પાસેના બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને પરેશાની

copy image

ભુજના મોટાપીર ચાર રસ્તા પાસેના વિસ્તારમાં આવેલો બ્રિજ ચોમાસાની ઋતુ દરમિયાન બિનઉપયોગી પુરવાર થાય છે. દર વર્ષે બ્રિજમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ તો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની વાહેદના સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોને ભારે મુશ્કેલી થાય છે.


સાયકલ દમારફતે બ્રિજ પસાર કરતા અનેક બાળકો પાણીમાં પડી જવાથી ઇજા પામે છે. તેમજ અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનોને બ્રિજ ઉપરની ઝાડીમાંથી પસાર થવું પડે. વર્ષો જૂની આ સમસ્યાનો અનેક રજૂઆતો પછી પણ કોઈ નિરાકરણ આવી શક્યો નથી. તંત્ર દ્વારા આ બ્રિજનું તાકીદે સમારકામ હાથ ધરવામાં આવે એવી માંગ લોકો દ્વારા કરાઇ રહી છે.

આ વિસ્તારના સ્થાનિક ઈમ્તિયાઝ સોલંકીએ નારાજગી સહ જણાવ્યું હતું કે, અહીં 500થી વધુ પરિવારો વસવાટ કરે છે ત્યારે મહત્વના બ્રિજમાં મોટા ખાડાઓના લીધે વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગ પસાર કરવો મુશ્કેલ થઈ જાય છે. ખાસ તો મેડિકલ ઇમરજન્સી વખતે હોસ્પિટલમાં પહોંચવા લોકોને એરપોર્ટ રોડનો ફેરો ફરીને જવાનો વારો આવે છે. તો અહીંની વાહેદના સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોને અવર-જવારમાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. છકડો રીક્ષામાં આવતા બાળકો પણ વાહન આગળ જઇ ના શકવાને કારણે બ્રિજની બાજુમાં ઉપર ચડીને ચાલીને પહોંચવું પડે છે. જો તાકીદે આ પ્રશ્નનો નિકાલ નહિ આવે તો ભવિષ્યમાં બ્રિજ પસાર કરતા બાળકો પર જાનહાનીનું જોખમ સર્જાઈ શકે. તેથી આ સમસ્યાનું જલદીથી ઉકેલ લવાય એવી તંત્ર પાસે માંગ.