બાઈક પરથી 1.65 લાખ રોકડ ભરેલી થેલીની ચોરી
copy image

તારાપુરની નાની ચોકડી ખાતે બાઈક પર થેલીમાં મુકેલ રૂ 1.65 લાખની રોકડ રકમ ભરેલી થેલી ચોરી કરી આરોપી ફરાર થઇ ગયાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. તારાપુર તાલુકાના આંબલીયા ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં 55 વર્ષ મનુભાઈ પરસોતમભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી કરી જીવનનું ગુજરાન ચલાવે છે. મનુભાઈ પટેલ ખેતરની ઉપજના નાણાં લઈને બેંકમાં ભરવા માટે જઈ રહ્યા હતા.
આ નાણાં પોતાના બાઈક ઉપર એક થેલીમાં રોકડ રકમ રૂ 1.65 લાખ ભરીને તારાપુર નાની ચોકડી ખાતે આવ્યા અને પંચરની દુકાન આગળ ઉભા હતા. જે દરમ્યાન કોઈ ચોર શખ્સ બાઈક ઉપર રોકડ રકમ ભરેલ થેલી ચોરી કરીને લઈ ગયો હતો.
આ બનાવ અંગે મનુભાઈ પરસોત્તમભાઈ પટેલની ફરીયાદ લઈ તારાપુર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર ચોકડી પાસે અવાર નવાર ચીલ ઝડપના બનાવો બનતા હોય છે. જેને લઈને પોલીસ પોઈન્ટ ઉભો કરવામાં આવે તે જરૂરૂ છે.