આણંદ નગરપાલિકાના હંગામી કર્મચારીઓ પડતર પ્રશ્ને 21મી તરીકે હડતાળનું શસ્ત્ર ઉગામશે

આણંદ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ પડતર પ્રશ્ને આગામી 21મી સપ્ટેમ્બરના રોજ હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવશે. ત્યારે કર્મચારીઓ અને કોન્ટ્રાકટ બેઝ પર ભરતી કરવામાં આવેલા કર્મચારીઓને ઘણાં વર્ષોથી ફિકસ પગાર સહિત મળવા પાત્ર લાભો નહીં આવતાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે નિરાકરણ નહીં આવતાં હડતાળનું શસ્ત્ર ઉગામશે. વર્ષોથી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ પર ભરતી કરીને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ નગરપાલિકામાં સેનેટરી વિભાગ, કોમ્પ્યુટર ઓપરેટર અને કર્લાક સહિત વાહનચલાવતા ડ્રાયવરોની કર્મચારીઓ અને કોન્ટ્રાકટ બેઝ પર ભરતી કરવામાં આવી હતી. બીજી તરફ આણંદ નગરપાલિકા વિવિધ વિભાગોમાં મહેકમ મંજૂર હોવા છતાં કર્મચારીઓ તરીકે કોન્ટ્રાકટર પર જ ભરતી કરવામાં આવતાં વધારાની કામગીરીનો બોઝ સોપવામાં આવે છે.
જો કે આણંદ નગરપાલિકા એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા દ્વારા આગામી 21મી સુધી પડતર પ્રશ્નો જેવા કે ફિકસ પગાર સહિત અન્ય મળવા પાત્ર લાભો આપવામાં નહીં આવે તો નગરપાલિકા ભવન સામે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવા આવશે.