આઉટસોર્સિંગના કર્મીઓનું શોષણ દિન લખેલી કેક કાપી કરાયું વિરોધ પ્રદર્શન

copy image

કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આગામી શનિવારથી રાજ્યના અને આણંદ જિલ્લાના વિભાગ અને કચેરીમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના આણંદ જીલ્લાના વર્ગ 3 અને વર્ગ  4 ના 800 થી વધુ કર્મચારીઓએ ધરણાં કર્યા હતા. શનિવારે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આઉટસોર્સિગ કર્મચારીઓ ભેગા થઇને ઉપવાસનું આંદોલન છેડ્યું હતું. તેમજ શોષણ દિવસની કેક બનાવડાવીને કલેક્ટર કચેરીએ કાપીને અનોખ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આણંદ જિલ્લાના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓએ શનિવાર સવારે 11 કલાકે કલેક્ટર કચરી ખાતે 800 થી વધુ કર્મચારીઓ ભેગા થઇ ભૂખ હડતાળ પર બેઠા હતા. તેવું ગુજરાત જનતા જાગૃતિ મંચના હોદ્દેદારોએ જણાવ્યું છે. વધુમાં ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં હકારાત્મક નિર્ણય ન લેવાતા રાજ્ય અને જિલ્લાના તમામ વિભાગોના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ અચોક્ક્સ મુદ્દતની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે હડતાળ પૂર્વે કર્મચારીઓએ પીડીએફની અરજીની પ્રિન્ટથી અને પેનથી સહી કરી અરજી કચેરીના વડા એવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસરને આ અરજી આપી હડતાળ ઉપર ઉતરવાની આગોતરી જાણ કરી છે.