વઘાસીના ગોડાઉનમાંથી 5.61 લાખનો દારૂ પકડાયો

આણંદ રૂરલ પોલીસ બાતમીના આધારે ને.હાઇવે પર વઘાસી સીમમાં આવેલા એક ગો઼ડાઉનમાં દરડો મારીને તપાસ કરતાં વિદેશી દારૂના કવાટર નંગ 5616 કિંમત રૂા 5,61 હજારના મળી આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે વઘાસી સીમમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલા પુરૂષોતમ કે પટેલના ગોડાઉન પરેશ હિંમતભાઇ પટેલ અને ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભભાઇ કાલવા બંને રહે. ભાવનગર તેમા વિદેશી દારૂનો જથ્થો છુપાવે છે. તે બાતમીના આધારે પોલીસે ગોડાઉનમાં દરડો પાડી તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂના 180 મીલી કવાટર નંગ 5616ની કુલ કિંમત રૂા 5,61,600નો મુદામાલ પકડી પાડયો હતો. પોલીસે પરેશ પટેલ અને ઇમરાન કાલવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.