કાલાવડ પાસે અકસ્માત: બંધ ફોર વ્હીલ પાછળ સ્કૂટર અથડાતાં ચાલકનું મોત

કાલાવડ પાસે રણુજા રોડ પર ઉપેન્દ્રકુમાર દિનેશપ્રતાપ (ઉ.વ. 30) નામનો મુળ બિહારના ભોજપુર પનવારીનો વતની શ્રમિક યુવક પોતાના સ્કુટર પર ખાનગી કંપનીથી રણુજા તરફ જતો હતો જતે સમયે રણુજા રોડ પર પેટ્રોલ પંપ પાસે રોડ સાઇડમાં ઉભેલા ફોર વ્હીલ ગાડી પાછળ સ્કુટર ટક્કરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કુટર ચાલક ઉપેન્દ્રકુમારને છાતી સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ મૃત્યુ થયું હતુ. આ ઘટનાની મૃતકના મિત્ર અરૂણકુમાર કલુસિંહે જાણ કરતા કાલાવડ પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.