બગોદરાના હોમ ગાર્ડ જવાનના બાઇકને કારે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત
 
                
બાવળાના મીઠાપુરના હોમગાર્ડ જવાન બાઇક લઇને નોકરી ઉપર જતા હતાં, ત્યારે અજાણી ગાડીના ચાલકે પુરપાટે અને બેદરકારીથી ચલાવીને બાઇકને પાછળના ભાગે ટક્કર મારતાં માથાના ભાગે ઇજા પહોચતા અમદાવાદ સિવિલમાં ખસેડાયો હહતો.બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કૃ કાર્યવાહી હાથ ધરી હતી.
બાવળાના મીઠાપુરમાં રહેતાં દેવેન્દ્રભાઇ લાલજીભાઇ જમોડ બગોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે માનવ સેવા આપે છે. તે રાત્રે બગોદરા પોલીસ સ્ટેશનમાં બાઇક લઇને નાઇટ ડ્યુટી માટે ગયા. હોમગાર્ડના સભ્યોને પોતાના નાઇટ ડ્યુટીના પોઇન્ટની વહેંચણી કરતાં તે બાઇક લઇને જનસાળી ગામના પાટીયા પાસે પોતાનાં પોઇન્ટ ઉપર જવા માટે રવાના થયા હતાં.
બગોદરા ટોલટેક્સ પાસે આવેલી સ્ટીલ કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પાછળથી 1 કારના ચાલકે પુરપાટે અને બેદરકારીથી ચલાવીને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇક સાથે ફંગોળાઇ જઈ રોડ ઉપર પડતાં માથાનાં ભાગે ઇજા પહોચી હતી. 108ને ફોન કરતાં બગોદરાની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને બગોદરા સી.એચ.સીમાં લાવતાં ત્યાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ અમદાવાદ લઇ જવાયા હતા. ગાડી ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.
 
                                         
                                        