અંજાર મામલતદારે રોયલ્ટી ભર્યા વિના ખનીજની હેરાફેરી કરતી બે ટ્રક પકડી

અંજાર મામલતદાર દ્વારા આજે ગાંધીધામ માર્ગ પરના આશબા વે બ્રિજ પાસેથી પસાર થતા સમયે ખનીજ ભરીને જતી ટ્રકો સામે આકસ્મિક તપાસ હાથ ધરી અટકાવવામાં આવી. કુલ ચાર પૈકી બે ટ્રકો પાસે રોયલ્ટી પાસ પરમીટ ના જણાતાં બન્ને ટ્રકને પકડી ખાણ ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. બાદમાં ટ્રકોને અંજાર પોલીસને સોપવામાં કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં અંજાર બદલી પામેલા મામલતદાર અનિલ બી. જાદવ ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની નજરે ખનીજ ભરેલી ટ્રકો પડતા ટ્રકોને અટકાવી તેની આકસ્મિક તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ચારમાંથી બે ટ્રકો પાસેથી ભરેલા ખનીજની રોયલ્ટી મળી નહતી. તેથી બન્ને ટ્રકોને ખાણ ખનીજ વિભાગ હસ્તે અંજાર પોલીસને સોંપવામાં આવી હતી.. અંજાર પોલીસે ખનીજ ચોરી બાબતે આગળની તપાસ હાથ ધરી છે.