આવતા અઠવાડિયે ચૂંટણીપંચની રાજકીય પક્ષો સાથે બેઠક યોજાશે

ભારતીય ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવી રહ્યું છે. સંભવતઃ ચૂંટણી કમિશનર આ ટુકડીમાં સામેલ હશે અને તેઓ ગુજરાતના રાજકીય પક્ષોને મળશે. રાજકીય પક્ષોની સાથે મુલાકાત હોવાથી ગુજરાતમાં ચૂંટણી વહેલી હોવાના સંકેત કારાઇ રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આવતી 15 ઓક્ટોબરે ગુજરાતમાં ચૂંટણી જાહેર થસે અને આદર્શ આચાર સંહિતા લાગુ થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીની તારીખો નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં હોઇ શકે છે. ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાંબો ચાલતો હોવાના કારણે તેની વિપરીત અસર મતદાનની ટકાવારી પર પડી શકે. આથી ચૂંટણી નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજાય તેવી ગણતરી છે.

આ પહેલાં ગયા અઠવાડિયે ચૂંટણી પંચના અધિકારીઓ આવીને ગુજરાતના વહીવટી તંત્ર સાથે મુલાકાત કરી હતી. તેમણે દ્વારા ગુજરાતમાં વહીવટી તંત્રની ચૂંટણી સજ્જતા ચકાસાઈ હતી. તેમજ રાજ્યમાં જરૂરી પોલિંગ બૂથ, ઇવીએમ, કર્મચારીઓ અને સુરક્ષાબળોની જરૂરિયાતને લઇને પણ તેમાં ચર્ચા કરાઈ હતી. ચૂંટણી પંચના અધિકારીઓ રાજ્યના અન્ય હિસ્સાઓની મુલાકાત લઇને પણ સ્થિતિની વિવેચન કરી શકે છે.