મુન્દ્રા ડ્રગ્સ કેસનો અફઘાન આરોપી 10 દિવસના રિમાન્ડ પર

ગત વર્ષે મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલા 21 હજાર કરોડના ત્રણ ટન હેરોઈનના આ કેસની મહત્વની કડી એવા શહીનશાહ ઝહીરની એનઆઈએ દ્વારા ગત રોજ દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં મહત્વની કડી મનાઈ રહેલા ઝહીર અફઘાનિસ્તાનના કાબુલનો રહેવાસી છે, જેનું કામ ભારતમાં ડ્રગ્સનું કન્સાઈમેંટ ઉતર્યા પછી તેને ટાલ્ક પાવડર કે અન્ય મોડસ ઓપરેન્ડી મુજબ મીક્સ કર્યા બાદ તેને કઈ પ્રક્રિયા કરીને અલગ તારવવા અને તેના સ્થાનિક ધોરણે વિતરણ કરવાની ભુમીકા હતી.

આરોપીને દિલ્હીમાં પક્ડ્યા પછી તેના ટ્રાન્ઝીટ વિઝા મેળવીને અમદાવાદ લાવીને એનઆઈએની વિશેષ કોર્ટમાં 20 દિવસના કસ્ટોડીયલ ઈન્ટરોગેશનની માંગ કરવામાં આવી હતી, જે સામે ખાસ અદાલતે 10 દિવસ ગ્રાહ રાખતા એટલા દિવસ માટે રિમાન્ડ પર મોકલી અપવામાં હતો. સરકાર તરફથી સ્પેશ્યલ પ્રોસિક્યુટર અમીત નાયરે કેસમાં ઉપસ્થિત રહીને દલીલ કરી હતી.