અંકલેશ્વર મીરાંનગર નજીક ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરતા ટેન્કર ચાલકને GIDC પોલીસે ઝડપ્યો

image-235
copy image

અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટીરીયલ સગેવગે કરતા ટેન્કર ચાલકને જીઆઇડીસી પોલીસે પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ભરૂચ જીએનએફસી કંપનીમાંથી ઇથાઇલ એસિટેટ ભરીને પાનોલીની મહાદેવ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનું હતું. પરંતુ ટેન્કર ચાલક રામાશંકર ફુલચંદભાઈ યાદવ દ્વારા નક્કી કરેલી ચોક્કસ જગ્યા પર પહોંચાડવાને બદલે ટેન્કરમાંથી અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર નજીક કેમિકલ સગેવગે કરી કેમિકલ કાઢતા જીઆઇડીસી પોલીસે ટેન્કર ચાલકને પકડી પાડ્યો હતો. જીએનએફસી કંપનીમાંથી કુલ 15,435 કેજીએસ કિંમત રૂપિયા 14 લાખ 84 હજાર 384 ના ઇથાઇલ એસિટેટ મટીરીયલમાંથી ટેન્કર ચાલકે 360 કેજીએસ કિંમત રૂપિયા 29 હજાર 340 જેટલું કેમિકલ કાઢી લીવાયુ હતું. જીઆઇડીસી પોલીસે કંપનીના પ્રવીણ કાશીરામભાઇ પટેલની ફરિયાદ દાખલ કરીને ટેન્કર ચાલક રામાશંકર યાદવની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.