મોરબીમાં જનરલ સ્ટોરમાં જુગાર રમતા આઠ શખ્સો પકડાયા,  4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક વૃંદાવન પાર્ક મધ્યે રહેણાંક મકાનમાં આવેલ દુકાનમાં જુગાર રમતા આઠ સખ્શોને પોલીસે પકડી પાડીને 4.32 લાખની રોકડ રકમ કબ્જે કરી હતી. આ તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દલવાડી સર્કલ નજીક વૃંદાવન પાર્કમાં આરોપી મનોજ પટેલ પોતાના રહેણાંક મકાનમાં આવેલ ગુરુકૃપા જનરલ સ્ટોર નામની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો પાડ્યો. જેમાં જુગાર રમતા મનોજ પટેલ, નયન પટેલ, ધવલ પટેલ, હસમુખભાઈ પટેલ, નીલેશભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, અનીલકુમાર પટેલ અને ભાવેશભાઈ પટેલ એમ આઠ સખ્શોને પકડી પાડીને રોકડ રકમ રૂ. 4,32,500 કબ્જે કરાઇ છે.