પોકેટ કોપની મદદથી શકપડતા મુદામાલ તરીકે ત્રણ મો.સા સાથે ઇસમને પકડી પાડી વાહન ચોરીના ત્રણ ગુન્હાઓ શોધી કાઢતી અંજાર પોલીસ


સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા સા . નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમા પટ્રોલીંગમા હતા તે દરમ્યાન અંજાર મધ્યે દેવળીયા નાકા પાસે શક પડતા વાહનોની ચેકિંગ કરતા હતા તે દરમ્યાન એક ઈસમને મો.સા. સાથે ઉભા રખાવી ચેક કરતા તેને કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી પોકેટકોપમાં સર્ચ કરતા સદર મો.સા. ચોરી થયેલ હોવાનુ જણાઈ આવેલ અને અંજાર પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ હોઈ જેથી તેને ખંતપુર્વક પૂછપરછ કરતા તેને બીજા બે મો.સા.ચોરી કરેલા હોવાનુ જણાવેલ જેથી તે ત્રણેય મો.સા. શક પડતાં મુદ્દામાલ તરીકે Cr.P.C કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજ્બુર ઈસમને Cr.P.C કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ ધોરણસર અટક કરેલ .
કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) એક સીલ્વર કલરનુ જેના આગળ પાછળ નંબર પ્લેટ GJ – 12 – DJ – 4485 વાળા લખેલા છે જેના ચેસીસ જોતા તેમજ એન્જીન નંબર જોતા MBLHAR089H5M02186 એક HA10AGH5M00371 વાળુ કિ.રૂ .૧૮,૦૦૦ /
( ૨ ) એક હીરો હોન્ડા કંપનીનુ એચ.એફ. ડીલક્ક્ષ મો.સા જેના ચેસીસ નં – MBLHA11ATG9H06090 તથા એન્જીન નં- HA11EJG9H26070 વાળા લખેલા છે જેની કિ.રૂ. ૧૫,૦૦૦ / ૦૦
કંપનીનુ એચ.એફ. ડીક્લ્પ
( ૩ ) એક કાળા કલરનુ હોન્ડા કંપનીનુ સાઈન મોડલનુ મો.સા જેના ચેસીસ નં ME4JC36DEB8127333 તથા એન્જીન નં- JC3612373819 વાળા લખેલા છે જેથી આ મો.સા. ની કિ.રૂ .૨૦,૦૦૦ / ૦૦
પકડાયેલ ઇસમો : ( ૧ ) અબ્બાસ રમઝાન વિરા ઉ.વ .૨૦ રહે જુનીકોર્ટ પાછળ મસ્જીદની બાજુમાં વિજયનગર અંજાર
શોધાયેલ ગુન્હો : ( ૧ ) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૦૯૪૧ / ૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ ( ૨ ) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૦૭૪૭ / ૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ ( ૩ ) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૧૦૦૫ / ૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ – કુલ કિ.રૂ. ૫૩,૦૦૦ / –
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર