ભચાઉ કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખીયારી ટોલ પ્લાઝા ઉપર પાંચ કિલોમીટર સુધીની લાંબી વાહનોની લાઈન લાગતા ટ્રાફિકજામ સર્જાયો


સામખયારી ટોલ પ્લાઝા ઉપર રાત્રિના સમયે વાહનોની મોટી કતાર લાગી હતી કચ્છ જિલ્લામાં દિવસે અને દિવસે ટ્રાફિક સમસ્યા નડતરરૂપ બની રહી છે ત્યારે ગત રાત્રી ના સમયે સામખીયારી ટોલ પ્લાઝા ઉપર પાંચ કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતારો લાગી હતી. જેની જાણ નેશનલ હાઈવેને થતાં તેઓએ તાત્કાલિક ટ્રાફિકને દૂર કરાવી હતી. આમ પણ અવારનવાર નેશનલ હાઈવે ઉપર અકસ્માતો તેમજ ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. તો આ બાબતે પોલીસ દ્વારા હાઈવે ઉપર પેટ્રોલિંગ કરવી જોઈએ જેથી આવી સમસ્યાઓ ન સર્જાય.