કડીમાં ચોર દીવાલ કૂદીને સાયકલ ચોરી ગયા

copy image

કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી બાઈક ચોરી ઘરફોડ ચોરી જેવી અનેક ચોરીની ઘટનામાં  વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના કરણનગર રોડ ઉપર એક ફ્લેટના નીચે પાર્ક કરેલી બે સાઈકલો ચોર ચોરી કરીને પલાયન થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

કડીના કરણનગર રોડ ઉપર આવેલ શ્રીનાથ રેસીડેન્સીમાં ચોર ફલેટની દીવાલ કૂદીને ફ્લેટમાં આવ્યા હતા. જ્યારે સીસીટીવીમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. આ ઘટનામાં ચોરી કરવા બે સખ્શ આવ્યા હતા અને બંને મોં ઉપર બુકાની પહેરી હતી. તેમજ દીવાલ કૂદીને ફ્લેટના પાર્કિંગમાં આવ્યા હતા. બે સાયકલની તસ્કરી કરીને બંને સાયકલ ફ્લેટની દીવાલ કુદાવીને લઈ ગયા. સાયકલના માલિક દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તજવીજ હાથ ધરાઈ હતી.