ભરુચમાં રસ્તો ઓળંગતા પરિવારને ખાનગી બસ ચાલકે લીધો અડફેટે

આજે ભરૂચની મનુબળ ચોકડી મધ્યે અકસ્માત સર્જાયું હતુ. જેમાં શ્રમજીવી પરિવાર રોડ ક્રોસ કરી રહ્યું હતો તે દરમિયાન શેરપુરાથી દહેજ જતી ખાનગી કંપનીની બસના ચાલકે પરિવારને અડફેટે લઈ લીધો હતો. જેમાં પાંચ વર્ષીય બાળકીને મોઢાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત બાળકીને સ્થાનિકો દ્વારા રિક્ષામાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડાઈ હતી.