બગસરા ST બસ સ્ટેન્ડ પાસે કારમાં લાગી આગ

copy image

અમરેલી જિલ્લામાં આવેલા બગસરા શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે ફોરવિલ કારમાં મોડી રાતે અચાનક આગ ફાટી નીકળતા અફરા તફડી મચી હતી. અહીં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ આગ કોઈને જાનહાનિ થઈ નથી. આગે થોડીવારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો સતત મારો ચલાવાયો હતો તેમ છતા આગ આખી કારમા ફેલાઈ જવાના જવાના કારણે કાર બળીને ખાખ થઇ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઇ ચારે બાજુ વાહનો થંભી ગયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.