રાજુલામાં એસટી બસમાંથી 39 બોટલ દારૂની પકડાઈ


રાજુલામા આજે સવારના સવા નવેક વાગ્યાના સમયગાળામાં સ્થાનિક પોલીસ તેમજ એસટી વિજીલન્સ સ્કવોડ અમદાવાદ દ્વારા બાતમીના આધારે દિવ ભાવનગર રૂટની એસટી બસમા તપાસ કરવામાં આવતા તેમાથી વિદેશી દારૂની 39 બોટલ પકડાઈ હતી.
અમદાવાદ એસટી વિજીલન્સ સ્કવોડના આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્રસિંહ બાબુભા તેમજ રાજુલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળાએ બાતમીના આધારે દિવ ભાવનગર રૂટની ગુર્જરનગરી બસ નંબર જીજે 18 ઝેડ 2349ની ચેકિંગ કરવામાં આવી હતી.
બસમાથી કાપડની ત્રણ અલગ અલગ થેલીમા ઉપરાંત એક થેલામા મળી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ 39 બોટલ બિનવારસી મળી આવેલ હતી. પોલીસે દારૂની 39 બોટલ કિમત રૂપિયા 3900નો મુદામાલ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.