અબડાસાના રાયધણજરમાં 100 ઘેટાના મોતના આઘાતમાં માલધારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

image-252

અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં 100 ઘેટાંના મોતના આઘાતમાં માલધારી યુવાને ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં 42 વર્ષીય કાસમ ઇસ્માઇલ ખલીફા નામના માલધારીએ ગામની સીમમાં શુક્રવારે સવારે નવ વાગ્યાથી અગ્યાર વાગ્યાના અરસામાં ચેરના ઝાડ પર રૂમાલ વડે ફાંસો ખાઇ આત્મહત્યા આકરી લીધી હતી.

કોઠારા પોલીસે ઘટનાની નોંધ લઇ તપાસ હાથ ધરતાં હતભાગી માલધારીના હાલમાં પડેલા ભારે વરસાદને કારણે 100 જેટલા ઘેટાઓ મૃત્યુ પામ્યા હોઇ જેનું દુખ મન પર લાગી આવતાં આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.