અમદાવાદના નવરંગપુરામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા યુવકની કરાઇ અટકાયત

image-282
copy image

નવરંગપુરામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પાનના પાર્લર પાસે ગ્રાહકોને એમડી વેચવા માટે આવ્યો ત્યારે અટકાયત કરી તેની પાસેથી રૂ. 1. 78 લાખની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

એસઓજીએે બાતમી મળી હતી કે નવરંગપુરામાં કેટલાક લોકો એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા એક પાનના ગલ્લાંની પાસે એક યુવક એમડી ડ્રગ્સ લઈને વેચાણ માટે આવવાનો હોવાની માહિતી મળી હતી જેના અનુસંધાન એસઓજીની ટીમે ખાનગી ડ્રેસમાં શનિવારે સાંજના સમયે સ્વસ્તિક ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક યુવક ત્યાં આવતા પોલીસે તેને ઝડપી પૂછપરછ કરતા તેનું નામ મોઈન ઈકબાલહુસેન ધલ્લાવાલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી 1.78 લાખની કિંમતનું 17 ગ્રામ 850 મિલીગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે ડ્રગ્સ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આરોપી પાસેથી કુલ રૂ 1,81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે ઝડપાયેલા આરોપી મોઈન ધલ્લાવાલાની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે તે રામોલમાં જનતાનગરમાં રહેતા મોહસીન હબીબભાઈ બેલીમ પાસેથી એમડી ડ્રગ્સ વેચાણ કરવા માટે લાવ્યો હતો. તેમજ પોલીસે આરોપી કેટલી વખત એમડી ડ્રગ્સ અન્ય વ્યકિતઓ પાસેથી લાવ્યો હતો અને કેટલા લોકોને વેચ્યું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.