જીટીયુએ પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 361ને સજા ફટકારી

copy image

જીટીયુની યુએફએમ (અનફેર મિન્સ કમિટી)એ ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની પરીક્ષાઓમાં નકલ કરતાં ઝડપાયેલા 361 વિદ્યાર્થીઓને લેવલ 1થી લેવલ 6 સુધીની સજા ફટકારવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવાથી લઈને ત્રણ સેમેસ્ટર સુધી પરીક્ષામાં નહીં બેસવાની સજા કરાઈ હતી.

વિવિધ કોર્સની પરીક્ષામાં કાપલીઓની મદદથી નકલ કરતા કુલ 376 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. આ વિદ્યાર્થીઓની સામે જીટીયુના પ્રતિનિધિઓએ કોપી કેસ કર્યો હતો. આ સંદર્ભે યુએફએમ કમિટીની સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

લેવલ 1 ચોરી કરતા પકડાયા હોય તે વિષયમાં નાપાસ, લેવલ 2 ચોરી કરતા પકડાયા હોય તે સેેમના બધા વિષયમાં નાપાસ ,લેવલ 3 સમર, વિન્ટરનું પરિણામ રદ, તમામ પરીક્ષામાંથી બાકાત, લેવલ 4 વર્તમાન પરીક્ષાનું પરિણામ રદ કરી, આગામી ત્રણ સેમેસ્ટરની પરીક્ષામાં ન બેસવા દેવા, લેવલ 5 વર્તમાન તમામ વિષયોનું પરિણામ રદ, આગામી 4 સેમની પરીક્ષામાં બેસવા ન દેવા, લેવલ 6 વર્તમાન સેમેસ્ટરની તમામ વિષયોની પરીક્ષાનું પરિણામ કેન્સલ કરી, આગામી પાંચ સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.