એક્સપ્રેસ હાઈવે પર છરી બતાવી યુવક પાસેથી 1 લાખની લૂંટ કરાઇ


નરોડામાં રહેતા અને પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતો યુવક સુરત કામ હોવાથી વહેલી સવારે સુરત જવા માટે એકસ્પ્રેસ હાઈવ પહોંચ્યો આ દરમિયાન બાઈક પણ ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા અને યુવકને માર મારી છરી બતાવીને મોબાઈલ ફોન, સહિત કુલ રૂ.1.05 લાખની મત્તાની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે યુવકે રામોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
નવા નરોડાના ધુવેશ દેવાણી શનિવારે ભાઈ સાથે એક્સપ્રેસ હાઈવે ઊભા હતા ત્યારે એક બાઈક પર ત્રણ ઇસમો ત્યાં આવ્યા હતા. અચાનક જ ધુવેશભાઈને માથામાં બોથડ પદાર્થ મારી છરી બતાવીને સોનાની ચેઈન, મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ બેંગ, સહિત કુલ રૂ.1.05 હજારની લૂંટ કરી ધાકધમકી આપીને પલાયન થઈ ગયા હતા. છરી બતાવીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ અંગે ધુવેશભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.