પોલીસની નકલી આઇડી બતાવી મહિલાની સોનાની 4 બંગડી સેરવી ફરાર

મકરપુરા વિસ્તારમાં રવિવારે સવારે નકલી પોલીસનો ખેલ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની 4 બંગડી સેરવી લેવાની  ઘટના સામે આવી હતી. મકરપુરા વિસ્તારના ભક્તિનગરમાં રહેતા હર્ષાબેન પટેલને એક ઇસમે પોલીસનું આઇ કાર્ડ બતાવી આગળ પોલીસનું ચેકીંગ ચાલું છે, દાગીના કાઢી નાંખો અને રુમાલમાં મૂકી દો તેમ કહ્યું હતું એટલે તેમણે આશરે 5 તોલાની 4 બંગડીઓ રૂમાલમાં મુકી દીધી હતી.

બનાવ બાદ વૃદ્ધા ઘરે પછ ફર્યા અને તેમણે પતિને વાત કરી હતી. તેમણે પતિને કહ્યું કે, આજે બચી ગઇ, અને સમગ્ર ઘટના કહી હતી. વૃદ્ધાએ રૂમાલમાં જોતા તેમાં એક જ બંગડી હતી અને તે પણ નકલી જોતા વુદ્ધાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. આ સમગ્ર મામલે વુદ્ધાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે નકલી પોલીસને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.