મહેસાણાના લાખવડમાં કચરો નાખવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, ધોકા વડે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ


મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ જે બાદ મારા મારી થઈ હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગમાં ધોકો મારતા ઇજા થઈ હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં રહેતા દેવીપૂજક કોદાર ભાઈની પુત્રવધુ અને પડોસમાં રહેતા શંકરભાઈના પરિવાર વચ્ચે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગે ફરિયાદી કોદાર ભાઈ વચ્ચે પડતા પડોશમાં રહેતા શંકરભાઈ ઉશ્કેરઇ જઇ ફરિયાદી પર ધોકા વડે મંડી પડ્યા હતા. માથામાં ધોકો મારતા તેઓ ઘાયલ થયા હતા. સમગ્ર મામલે લોકો એકત્ર થઈ જતા ઇજા પામેલા ફરિયાદીને મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતા. તેમજ હુમલો કરનાર શંકરભાઈ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.