હાંસોટ તાલુકાના સાહોલ ગામે કાર અકસ્માત: ત્રણ લોકોનો આબાદ બચાવ


હાંસોટ તાલુકાના સાહોલ પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર માર્ગની સાઇડ પર ઉતરી ગઈ જો કે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો.
અંકલેશ્વર નજીક આવેલા હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક એક કાર ચાલક પસાર થતો હતો તે સમયે કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કાર માર્ગની સાઇડ પર ઉતરી ગઈ હતી. અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતા લોકો દ્વારા દોડી આવીને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.