બકાલી કોલોની અને ધારાનગરમાં દૂષિત પાણીની સમસ્યા; નગરપાલિકા દ્વારા કોઇ જ પગલા નહીં

gatar
copy image

ભુજ શહેરમાં કોડકી રોડ પાસે બકાલી કોલોની અને ધારાનગર નામની વસાહતો છે, જ્યાં જુલાઈ માસથી ઘરોની અંદર શૌચાલયમાંથી ગટરના પાણી બહાર આવવાની સમસ્યાથી લોકો પરેશાન છે. ભુજ નગરપાલિકામાં વારંવાર રજુઆત કરાઇ છે પણ કોઈ ઉકેલ શોધાયો નથી. બંને વસાહતના રહેવાસીઓએ જણાવ્યુ કે તંત્રનું કહેવું છે કે, નર્સરીમાં ગટરનું પાણી ભરેલું રહે છે, જેથી ત્યાંથી જ્યાં સુધી પાણી ઓછા નહીં થાય ત્યાં સુધી લોકોના ઘરો અને ફળિયાના માર્ગોમાં આ સમસ્યા રહેશે.

અગાઉ જ્યાંથી પાણીનો નિકાલ થતો હતો એ જગ્યા ઉપર સોસાયટી બની ગઈ છે. રોડ વચ્ચેથી કેનાલ બનાવાઈ હતી. પરંતુ, કેનાલમાં લોકોના પડી જવાના અકસ્માતના કિસ્સા વધવા લાગ્યા હતા. લોકોએ  કેનાલ બનાવવા સૂચવ્યું હતું. પરંતુ, નગરપાલિકાએ  કેનાલ પૂરી નાખી હતી.