માધાપરમાં કેબલ વડે ગળે ફાંસો ખાઇને 45 વર્ષીય આધેડે કર્યો આપઘાત

copy image

માધાપરના ગોકુલધામમાં રહેતા 45 વર્ષીય આધેડનો ગળામાં કેબલ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અનેક રહસ્યો ઉભા થયા હતા. જો કે, મૃતકના પિતાના નિવેદન બાદ સમગ્ર મામલો આપઘાતનો હોવાનો સ્પષ્ટ થયો હતો. હતભાગી પંખા પર કેબલ બાંધી ફાંસો ખાઇને આપઘાત કર્યા બાદ કેબલ તૂટી જતા નીચે પટાઇ જતાં હોસ્પિટલમાં લઇ જવાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માધાપર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.જી.પરમારે જણાવ્યું હતું કે, તપનભાઇ ધીરેન્દ્રભાઇ ઠકકરે આપઘાત કરી લીધો હતો.
મૃતકના પિતા ધીરેન્દ્રભાઇએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના હતભાગી પુત્રની પત્ની રીસામણે ચાલી ગઇ હતી અને હતભાગીની પુત્રી મોટાભાઇને ત્યાં રહેતી, તપનભાઇ પોતનના રૂમાં એકલા હતા ત્યારે સોમવારે બપોરના અઢી વાગ્યાના સમયે તેમના રૂમનો દરવાજો ખોલીને જોતાં તપનભાઇ ગળામાં વાયર બાંધેલી હાલતમાં જમીન પર જોવા મળ્યા હતાં. તપનભાઇએ પંખા પર વાયર બાંધીને આત્મહત્યા કરી લેતાં વાયર તુટી જવાને કારણે નીચે પડી ગયા હતા. પોલીસે મૃતકના પિતાના નિવેદન પરથી મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.