ભચાઉમાં રેતી ખાલી કરતું ટ્રક વિજતારના સંપર્કમાં આવી જતા શોર્ટ સર્કિટ થઈ, ક્લિનરનું ઘટના સ્થળે મોત


ભચાઉ નગરના સિતારામ પુર નજીક આવેલા અંબિકા નગરમાં કાલે સાંજના અરસામાં રેતી ખાલી કરવા આવેલું ટ્રક હાઈડ્રોલિક કરતા સમયે ઉપરથી પસાર થતી વિજ લાઈનના સંપર્કમાં આવી ગયું હતું જેના કારણે ટ્રકમાં સૉર્ટ લાગી ઉઠ્યો હતો, આ વેળાએ તેમાં સવાર ક્લિનરનું ઘટનાસ્થળેજ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ડંપર ચાલકનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ચાલકને બચાવવા લોકો દોડી આવ્યા હતા. જેને સામાન્ય ઇજા પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટના બનાવથી ટ્રકના ટાયરોમાં પણ નુકશાન પહોંચ્યું હતું.
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ભચાઉના સર્વિસ રોડ નજીક અંબિકા નગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં રેતી ખાલી કરવા આવેલું ટ્રક રેતી ખાલી કરવા માટે હાઈડ્રોલિક કરાતા ઉપર રહેલી વિજ લાઈનના સંપર્કમાં આવી ગયું હતું. જેના કારણે તેમાં વિજ પ્રવાહ પસાર થતા શોર્ટ લાગી ઉઠ્યો હતો. શોર્ટ સર્કિટ થતા ડંપરમાં સવાર ચાલક અને કિલિન્ડર પણ તેની અસરમાં આવી ગયા હતા, જેમાં તાલુકાના નાની ચિરઈ ગામના ઇબ્રાહિમ સુલેમાન જત નામના કલિન્ડરનું ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ચાલકને સદભાગ્યે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનવના પગલે એક સમયે આસપસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.